રાજ્યસભામાં વધશે વિપક્ષનો 'પાવર', 8 બેઠકો પર ચૂંટણી બાદ બદલાઈ જશે સમીકરણ
27, May 2025
ચૂંટણી પંચે ગઈકાલે સોમવારે રાજ્યસભાની આઠ બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરી હતી. આ બેઠક પર ચૂંટણીથી વિપક્ષ INDIA ગઠબંધનની તાકાતમાં વધારો થઈ શકે છે. રાજ્યસભાની આ ચૂંટણી 19 જૂને યોજાશે. જેમાં તમિલનાડુની છ બેઠકો અને આસામની બે બઠકો પર મતદાન થશે. આ બેઠકો રાજ્યસભાના સાંસદો નિવૃત્ત થઈ રહ્યા હોવાથી ખાલી થવાની છે.
તમિલનાડુના છ સાંસદો જુલાઈમાં નિવૃત્ત થશે, જ્યારે આસામના બે સાંસદોનો કાર્યકાળ જૂન મહિનામાં જ સમાપ્ત થઈ રહ્યો છે. તમિલનાડુમાં જે છ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે, તેમાંથી ત્રણ પર અત્યારસુધી ડીએમકેના સાંસદ હતાં. જ્યારે અન્ય ત્રણ બેઠકો પર પીએમકે, એઆઈએડીએમકે, અને એમડીએમકેના સભ્યો સાંસદ હતાં
abcde adasdkasl askdalsdksad